પડઘો..

કહે છે કે મૌન પણ પડઘાય છે ક્યારેક, કોક મોડ પર,

ને વેડફાય છે શબ્દો લગભગ સમજણ વિનાના છોર પર!!

નથી તાકાત મૌન સરીખી, અહીંયા સૌની પાસે ,

ભસે શ્વાન, તોય ગજરાજ મદમસ્ત મલપતો ચાલે,

છે યકિન જેમને ખુદપર, એને નથી ઝુકાવતા શબ્દો,

નિશ્ચય અટલ હો ચાલવાનો, એને નથી રોકતો રસ્તો,

સફળ છે જીવન સમજો ખુદને, ભલે દુનિયા નવ સમજે,

ફેલાશે સુગંધ આપોઆપ, જો ફુલ ઉપવનમાં ખીલશે..

મળે જો પડઘો મૌન નો ક્યારેક,કદીક,કોક મોડ પર,

રોકી લેજો ત્યાં કદમો ,વસાવજો જીવન તે છોર પર….

                                   મૌસમી મકવાણા – ‘સખી ‘

સૌ સંગાથે !!

શુઁ જરુરી છે, હમેશા એ સાબિત કરવાનુ??

જુનુ જ સઘળુ સારુ, નવાને શુઁ કરવાનુ!?

મિત્રતાનો અર્થ શુઁ જાણે નવી પેઢી અભાન,

સગાથી પહેલો ‘ફ્રેંડ’ દોડે જ્યારે પડે કૈઁ કામ!

ખોરાકી પણ જુની સારી ફાસ્ટફૂડનુઁ શુઁ કામ,

ભાખરી ઉપર શાક પાથરી ‘પીઝા’ નુ દે નામ!

રીત પ્રિતની જુની જ સારી નવા નુઁ શુઁ કામ,

સમર્પણને કહે ‘ડિવોશન’ આમ તો ઠામમા ઠામ!

મલાજો ને માનમર્યાદાનુ નવાને શુઁ હોય ભાન,

સસરાને પણ ‘પપ્પા’ કહીંને હેતે દેતા હાથ!!

અંતર બે પેઢીનુ શીદ ને વધારીએ છીએ આમ,

‘હાય’ કહે કે ‘જય શ્રીક્રુષ્ણ’ આપણે હેતથી કામ!

માહ્યલો તો એ જ રહ્યો બદલાઇ ગયુ છે ક્લેવર,

અન્દરના ગુણ તો એજ રહ્યા બદલાઇ છે ફ્લેવર!

આવકારીએ સૌ નવી ફ્લેવરને નવા ક્લેવર સાથે,

નવા-જુનાની પીંજણ છોડીને ચાલીએ સૌ સંગાથે !!

                             મૌસમી મકવાણા-’સખી’

અણસાર…

ન હોઈને પણ તારો અણસાર મુજમાં સતત વર્તાય છે,

બની ગઈ છું આઈનો એવો જેમાં તુ જ દેખાય છે….!!!

 

મારું હોવું ન હોવું હવે એ વાત પર નિર્ભર છે,

હુંફ તારી પ્રાણ બની ક્યાં સુધી ફેલાય છે…..!!

 

સ્વરુપ કોઈ આપુ પ્રેમને એ મારા બસમાં નથી,

તાર વિનાની લાગણી ને કરંટ તારો ઝીલાય છે….!!

 

ગમો અને અણગમો પણ હવે હદ વટાવી ગયો,

હોય ઈનાયત તારી તો જ જાતનેય ગમાય છે….!!

                        મૌસમી  મકવાણા – ‘સખી ‘

 

નવ પરણિત યુગલ – પ્રથમ વરસાદ …….

આ વિષય પર મારું લખાણ જે માસિક સામાયિક ‘શંખનાદ’ નાં જુલાઈ માસના અંકમાં પ્રસિદ્ધ થઈ  છે તેની ઝલક……

                                                               મૌસમી મકવાણા-’સખી’

ડુબતા સુરજને જોઇ…..

ડુબતા સુરજને જોઇ આવ્યો વિચાર મનમા..,

તપતો હતો મધ્યાને જે હવે ડુબશે ગગનમા…!! 

 

ખીલે કળી ફેલાય સુગન્ધ છકે એતો મદમા…,

થતા સાંજ કરમાય છે એની હસ્તી ઉપવનમા..!! 

 

ઉજળા તન ભરપુર યૌવને છકે સુન્દરી જગમા..,

તન-યૌવન છે ચારપળનુ ઢળે સઘળુ ઘડપણમા..!! 

 

રાવણ એના બળના જોરે છક્યો ત્રણે ભુવનમા…,

મદ ઉતર્યુ શુરવીરનુ એક નારીના સગપણમા..!! 

 

ધન-દૌલત ને મોભો મળે છકે માનવ મદમા..,

સરકી જાશે સન્ધુ હાથથી સમયની કરવટમા..!!

 

જીન્દગીના સૌ રહસ્યો સમજાઇ જાશે પળમા..,

ખેલ એવો રચયિતાએ રચ્યો છે કુદરતમા…..!!!!

                     મૌસમી મકવાણા – ‘સખી’

વેલી……

 

દીઠી મેં વેલી એક વૃક્ષને વીંટળાયેલ, 

આપી આલિંગન જાણે વૃક્ષમાં જ સમાયેલ ,

 

પૂછ્યું મેં જઈ એને અંતરનો હાલ – ચાલ,

હળવું હસીને કહ્યું સાંભળી મારો સવાલ ,

 

લહેરાતી, મહેકતી, શોભતા ફૂલો અપાર ,

રંગ ને રૂપમાં જાણે મારા જ લેવાય પ્રમાણ,

 

પણ, જીવન મારું આ વૃક્ષની અસીમ દેણ ,

એની જ હૂંફથી બની સુંદર શી  હું વેલ ,

 

નજરો લોકોની કરતી ભલે મારા વખાણ ,

કેમ કરી ભૂલુ હું વૃક્ષનું એ યોગદાન !! ,

 

રૂપ-રંગ મારા થયા વૃક્ષની અમાનત ,

રસ દઈ જેણે લીધી સર્જવાની જહેમત ….!!!

                   મૌસમી મકવાણા – ‘સખી’  

મૌસમી મકવાણા-'સખી'

Follow

Get every new post delivered to your Inbox.