પડઘો..
24 Jul 2010 13 Comments
કહે છે કે મૌન પણ પડઘાય છે ક્યારેક, કોક મોડ પર,
ને વેડફાય છે શબ્દો લગભગ સમજણ વિનાના છોર પર!!
નથી તાકાત મૌન સરીખી, અહીંયા સૌની પાસે ,
ભસે શ્વાન, તોય ગજરાજ મદમસ્ત મલપતો ચાલે,
છે યકિન જેમને ખુદપર, એને નથી ઝુકાવતા શબ્દો,
નિશ્ચય અટલ હો ચાલવાનો, એને નથી રોકતો રસ્તો,
સફળ છે જીવન સમજો ખુદને, ભલે દુનિયા નવ સમજે,
ફેલાશે સુગંધ આપોઆપ, જો ફુલ ઉપવનમાં ખીલશે..
મળે જો પડઘો મૌન નો ક્યારેક,કદીક,કોક મોડ પર,
રોકી લેજો ત્યાં કદમો ,વસાવજો જીવન તે છોર પર….
મૌસમી મકવાણા – ‘સખી ‘
સૌ સંગાથે !!
24 Jul 2010 9 Comments
શુઁ જરુરી છે, હમેશા એ સાબિત કરવાનુ??
જુનુ જ સઘળુ સારુ, નવાને શુઁ કરવાનુ!?
મિત્રતાનો અર્થ શુઁ જાણે નવી પેઢી અભાન,
સગાથી પહેલો ‘ફ્રેંડ’ દોડે જ્યારે પડે કૈઁ કામ!
ખોરાકી પણ જુની સારી ફાસ્ટફૂડનુઁ શુઁ કામ,
ભાખરી ઉપર શાક પાથરી ‘પીઝા’ નુ દે નામ!
રીત પ્રિતની જુની જ સારી નવા નુઁ શુઁ કામ,
સમર્પણને કહે ‘ડિવોશન’ આમ તો ઠામમા ઠામ!
મલાજો ને માનમર્યાદાનુ નવાને શુઁ હોય ભાન,
સસરાને પણ ‘પપ્પા’ કહીંને હેતે દેતા હાથ!!
અંતર બે પેઢીનુ શીદ ને વધારીએ છીએ આમ,
‘હાય’ કહે કે ‘જય શ્રીક્રુષ્ણ’ આપણે હેતથી કામ!
માહ્યલો તો એ જ રહ્યો બદલાઇ ગયુ છે ક્લેવર,
અન્દરના ગુણ તો એજ રહ્યા બદલાઇ છે ફ્લેવર!
આવકારીએ સૌ નવી ફ્લેવરને નવા ક્લેવર સાથે,
નવા-જુનાની પીંજણ છોડીને ચાલીએ સૌ સંગાથે !!
મૌસમી મકવાણા-’સખી’


પ્રતિભાવો