તારો ‘વાસ’….!!
14 Sep 2010 12 Comments
પળ-પળ મનને તારો અહેસાસ છે,
એટલે જ ગરમ લાહ્ય મારા શ્વાસ છે..
ગયા તબીબ પાસે તો કહે‘તાવ’ છે,
એને શું ખબર કે મુળ એનું‘ઘાવ’ છે..
ભુવા કહે, એને વળગ્યું કંઈ ખાસ છે,
કેમ કહેવું કે દિલમાં તારો ‘વાસ’ છે..!!
મૌસમી મકવાણા-’સખી’



પ્રતિભાવો