વણઝારણ

હસતી ખેલતી જીન્દગી રસ્તે રઝળતી દીઠી મે……

અણજાણ બીલકુલ ખુદથી મસ્તીમા જીવતી દીઠી મે..!!

હતી સહજતા ને સરળતા જીવનના દરેક રંગની,

ખુલ્લા સ્તને નિર્ભય થઇને પોષતી મા દીઠી મે…!

ન્હોતી ફિકર કોઇ ચહેરા પર કેવી હશે કાલની,

બેફીકર થઇ આજમા જીવતી જીન્દગી દીઠી મે..

જ્ઞાન ન્હોતુ કોઇ દુનિયાનુ જાણે કૂવાની દેડકી,

કૂવામાય ખુશ રહીને વહેતી જીન્દગી દીઠી મે…!!

ચાર બાળ ને ચાર ઠામ જાણે એજ ઘરવખરી,

વગર સરનામે અહીઁ-તહીઁ ભટકતી જીન્દગી દીઠી મે…

હતો સંતોષ ચહેરા પર ને ગજબ આભા વિશ્વાસની,

પરિભાષા સુખની સમજાતી નજરો-નજર દીઠી મે…!!!!

                             મૌસમી મકવાણા-‘સખી’

Advertisements

1 ટીકા (+add yours?)

  1. Bhupendrasinh Raol
    જૂન 12, 2010 @ 13:44:49

    ફોટો ના મુક્યો હોત તો પણ વનજારણ દ્રશ્યમાન થઇ જાય તેવું કાવ્ય.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

મૌસમી મકવાણા-'સખી'

%d bloggers like this: