આણા

ચારે બાજુ પ્રીત કેરા ગાય છે લોકો ગાણા,

પ્રક્રુતિ પણ મારે ટોણા પિયુ કરાવો આણા….

          શિયાળાની શરદ રાતમાં અંગઅંગ ઠુંઠવાય,

           બાજુઓ ની હુંફ કાજે, મન તડપતું જાય,

લાંબી રજની,આંખો રાતી,યાદોમાં ખોવાણા,

પ્રક્રુતિ પણ મારે ટોણા પિયુ કરાવો આણા….

           ઉનાળાની ઊની બપોરે ત્રુષ્ણા અંગે રેલાય,

           ખુશ્બુ મારીજ મને દઝાડે કેમ કરી રહેવાય!

આંબા ડાળે,ટહુકી કોયલ,યાદોમાં ખોવાણા,

પ્રક્રુતિ પણ મારે ટોણા પિયુ કરાવો આણા….

           ઝરમર વરસતી વાદળી સંગ હૈયે અગન ફેલાય,

           બની તરબોળ પ્રેમ માણવા મન મારું લલચાય!

છબછબ કરતાં,તન ભીંજાતા,યાદોમાં ખોવાણા,

પ્રક્રુતિ પણ મારે ટોણા પિયુ કરાવો આણા….

           મૌસમી મકવાણા-‘સખી’ 

Advertisements

2 ટિપ્પણીઓ (+add yours?)

 1. Bhupendrasinh Raol
  જૂન 12, 2010 @ 13:27:58

  પ્રક્રુતિ પણ મારે ટોણા પિયુ કરાવો આણા….આ પ્રકૃતિ શું નું શું કરાવે?એની સમજ ના પડે કોઈ ને.બહુ સરસ કવિતા.

  જવાબ આપો

 2. ઈશ્ક પાલનપુરી
  સપ્ટેમ્બર 11, 2010 @ 16:24:14

  saras geet ! mukhadu to gajab

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

મૌસમી મકવાણા-'સખી'

%d bloggers like this: