રાધે પ્યારી…..

ગાગરમાં ભરી વસંતો નીસરી રાધે પ્યારી,

પાયલના સુમધુર રણકારે ચાલ એની ન્યારી,

મળે સખીઓ રાહ વચાળે કહે;’સુણ પ્યારી,

ઉતાવળી શીદને તુ સાંભળ વાત અમારી’,

સંધીયે વાતુ કાલ કરશું આજ હું આ હાલી,

વાટ મારી કાનુડો જુએ પડીશ મોડી હું ઠાલી,

બહુ નખરાળો ચાળા કરતો કરે રિંસ ખોટાડી,

મનાવતા હું થાકુ તોય ન માને વનમાળી,

પળપળનો હિસાબ જોડતો છે પાકો વેપારી;

તુજ વિણ પળ મેં આટલી વેઠી હવે તારી વારી!

વિરહ પળનોય આકરો પ્રિતને ડોર બંધાણી,

ત્યાં રેલાણા સુર બંસીના દોડી રાધા રાણી,

નથી સુધબુધ લુગડાંનીયે’હા કાના હું આવી

પ્રિત ઘેલી રાધા તારી પળમાં વસંતો લાવી….

          મૌસમી મકવાણા-‘સખી’

2 ટિપ્પણીઓ (+add yours?)

  1. ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’
    મે 31, 2010 @ 15:28:55

    પ્રિત ઘેલી રાધા really good presentation. It create real scene in front! congratulation!!

    જવાબ આપો

  2. Bhupendrasinh Raol
    જૂન 12, 2010 @ 13:33:07

    રાધાનું તો બરોબર છે,પણ મીરાનું શુ કરીશું?વિરહ પળનોય આકરો પ્રિતને ડોર બંધાણી,
    અમારે તો મીરાં નો પ્રોબ્લેમ છે.સખી બહેનશ્રી કોઈ રસ્તો બતાવો.

    જવાબ આપો

Leave a reply to ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’ જવાબ રદ કરો

મૌસમી મકવાણા-'સખી'