કળા ….

નથી હોતી કળા સૌ માં નજુક મન સમજવાની,

પછી ભલેને હોય કળા ચિત્રવિચિત્ર સમજવાની..!!

લાગે ભલે સુંદર ઘણા ચિત્રો કોઈએ ચિતરેલા,

નથી હોતી કળા સૌ માં એમાં પ્રાણ ભરવાની…!!

આડી-અવળી રેખાઓથી બને નક્શા મકાનોના,

નથી હોતી કળા સૌ માં એને’ઘર’બનાવવાની..!!

બાંધીને ફરતા લોકો ભલે ‘સમય’ને કલાઈમાં,

નથી હોતી કળા સૌમાં બેઘડી’સમય’ને રોકવાની..!!

બની ગયો છે માનવ ‘યંત્ર’ પ્રગતિના ભ્રમમાં,

નથી હોતી કળા સૌ માં એમાં સંવેદના ભરવાની..!!

                     મૌસમી મકવાણા-સખી

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

  1. Bhupendrasinh Raol
    જૂન 15, 2010 @ 18:33:27

    સખીબેના,
    બહુ સરસ!!!સંવેદના ભરવાની કળા બધામાં હોતી નથી.મારું જોડકણું આપને ગમ્યું,તે બદલ આભાર.

    જવાબ આપો

  2. laaganee
    જૂન 15, 2010 @ 21:48:29

    Thanks……

    જવાબ આપો

  3. વિશ્વદીપ બારડ
    જૂન 16, 2010 @ 04:21:45

    બની ગયો છે માનવ ‘યંત્ર’ પ્રગતિના ભ્રમમાં,

    નથી હોતી કળા સૌ માં એમાં સંવેદના ભરવાની..!!

    મૌસમી મકવાણા-‘સખી’

    very nice blog and goog gujarati literature..proud of you..keep it.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

મૌસમી મકવાણા-'સખી'

%d bloggers like this: