કહે છે કે પ્રેમમાં …

કહે છે કે પ્રેમમાં આમ હોય ને તેમ હોય,

ઉપર ધરાને જાણે નીચે ગગન જેમ હોય,

            આજના જવાનીયા છુટથી મળતા,

            ને દીધેલા વાયદા છડેચોક છળતા,

તોય વળી પળપળ પ્રોમિસની લેન હોય…!!

કહે છે કે…………

            તારાઓ છોડી ને  ટીવીમાં મંડતા,

            ને ચાંદ પર ડાઘની થીસીસ લખતા,

દિવસે આંખો મા ઉજાગરાના ઘેન હોય…..!!

કહે છે કે………….

            રોજ નાંખે હિંચકા ને લવ યુ ના મસ્કા,

            એક-મેકના નયનો બને આઈનાના કટકા,

પછી શંભુનેય જુઓ શાહરુખનો વહેમ હોય…..!!

કહે છે કે………….

            ફુલોના ગુચ્છાનેગીફ્ટો’ ના ઢગલા,

            તો જ જાણે પ્રીત ચાલે માંડ બે ડગલા,

ખીસ્સામાં તેથી જ તો માંડ થોડાચેંજ’ હોય…..!!

કહે છે કે…………

            ઢળતી પાંપણે ઢળતી જ્યાં સાંજ..,

            મૌનના સથવારે પ્રીતના હો જામ..,

હુંફાળા શ્વાસે પીગળતા આતમ હોય…….

કહુ છું કે પ્રેમમાં ન આમ હોય ન તેમ હોય…..

અઢળક ધીરજ ને જીવન ચેલેંજ’ હોય……!!!!    

           મૌસમી મકવાણા-‘સખી’ 

Advertisements

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. Bhupendrasinh Raol
  જૂન 17, 2010 @ 06:00:22

  ઢળતી પાંપણે ઢળતી જ્યાં સાંજ..,

  મૌનના સથવારે પ્રીતના હો જામ..,

  હુંફાળા શ્વાસે પીગળતા આતમ હોય…….
  કહુ છું કે પ્રેમમાં ન આમ હોય ન તેમ હોય…..
  અઢળક ધીરજ ને જીવન ‘ચેલેંજ’ હોય……!!!!
  That’s the true Love….

  જવાબ આપો

 2. P Shah
  જૂન 23, 2010 @ 13:16:43

  સુંદર રચના !
  નવિન અભિવ્યક્તિથી રચના ખીલી ઊઠે છે.
  અભિનંદન !

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

મૌસમી મકવાણા-'સખી'

%d bloggers like this: