વેલી……

 

દીઠી મેં વેલી એક વૃક્ષને વીંટળાયેલ, 

આપી આલિંગન જાણે વૃક્ષમાં જ સમાયેલ ,

 

પૂછ્યું મેં જઈ એને અંતરનો હાલ – ચાલ,

હળવું હસીને કહ્યું સાંભળી મારો સવાલ ,

 

લહેરાતી, મહેકતી, શોભતા ફૂલો અપાર ,

રંગ ને રૂપમાં જાણે મારા જ લેવાય પ્રમાણ,

 

પણ, જીવન મારું આ વૃક્ષની અસીમ દેણ ,

એની જ હૂંફથી બની સુંદર શી  હું વેલ ,

 

નજરો લોકોની કરતી ભલે મારા વખાણ ,

કેમ કરી ભૂલુ હું વૃક્ષનું એ યોગદાન !! ,

 

રૂપ-રંગ મારા થયા વૃક્ષની અમાનત ,

રસ દઈ જેણે લીધી સર્જવાની જહેમત ….!!!

                   મૌસમી મકવાણા – ‘સખી’  

Advertisements

6 ટિપ્પણીઓ (+add yours?)

 1. ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’
  જુલાઈ 05, 2010 @ 18:09:42

  સુંદર……..!!!
  નમણી વેલી સ્વરૂપવાન,
  છતાં જરા નહી અભિમાન!
  ઉપર ચડે આકાશે વ્રુક્ષ્ સંગ,
  એમ છતાં ભવા નથી તંગ!

  જવાબ આપો

 2. માનવ
  જુલાઈ 06, 2010 @ 14:23:31

  “પૂછ્યું મેં જઈ એને અંતરનો હાલ – ચાલ,

  હળવું હસીને કહ્યું સાંભળી મારો સવાલ ,”

  ati uttam…

  Keep It Up..!

  જવાબ આપો

 3. dipali shah(laadli)
  જુલાઈ 06, 2010 @ 17:42:37

  khub ane khub sundar rachna
  sampurna samarpan ni bhavna chalkaay che….lovely.

  જવાબ આપો

 4. Jagadish Christian
  જુલાઈ 11, 2010 @ 06:41:41

  વૃક્ષ અને વેલીના સંબંધનું સુંદર પ્રયોજન. જીવનમાં પણ આપણને વૃક્ષ જેવા ટેકો આપનારા ઘણા હોય છે એમનો આભાર માનવો એ આપણો ધર્મ આપણે ઘણી વખત ચૂકી જતા હોઈએ છીએ.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

મૌસમી મકવાણા-'સખી'

%d bloggers like this: