સપ્રેમ શ્રધ્ધાંજલિ ……

હાર્દિકા, આમ તો મારી ભાણી પણ જાણે પહેલા ખોળાની દીકરી …… હું કોલેજમાં હતી ત્યારે તેનો જન્મ , મારા લગ્ન થયા ત્યારે ત્રણ-ચાર વર્ષની ને હું એને મારી સાથે સાસરે લઇ જ જઇશ એવો એને વિશ્વાસ….!! મારી સાથે એવો અતુટ નાતો કે લગ્ન પછી એક વર્ષ સુધી મારા પતિ સાથે એ બોલી નહી  કારણ કે એ મને તેની પાસેથી છીનવી ગયા હતા ….!! અતિશય લાગણીશીલ , સમજુ એવી આ હાર્દિકાની  કુદરતને ઈર્ષા આવી ને માત્ર ૧૬ વર્ષની ઉમરે એ અમારી વચ્ચેથી  વિદાય લઇ અનંતના પ્રવાસે ચાલી નીકળી. આજે ૨૪ સપ્ટેમ્બર તેના જન્મદિને તેને સપ્રેમ શ્રધ્ધાંજલિ ……

                         કાલે હતા જે સાથે, સ્મરણ બની ગયા…,

                        ને પાંપણો ભીની થવાના કારણ બની ગયા..!

                         માન્યું  હતું તમે કે , દુર થઇ  જશો  સૌથી…,

                               પણ પીડા બની પાસે રહેવાનું કારણ બની ગયા..!

                          બાંધ્યા હતા જે બારણે, શમણાં ભીના-ભીના…,

                        આજ હવે  ‘એ’  સુકાયેલા તોરણ બની ગયા..!

                        બીડી લીધાં નયન તમે , તેથી શું થઇ ગયું….,

                       યાદો  થકી  જાગવાના  કારણ  બની  ગયા..!

                        ફૂલોની સોબત હવે, મને ગમતી નથી સખી..,

                                     ખેરવી  કળીને,  ઉપવન  વેરણ  બની  ગયા..!!!!!!       

                                         મૌસમી મકવાણા – ‘સખી’   

Advertisements

5 ટિપ્પણીઓ (+add yours?)

 1. ડૉ.મહેશ રાવલ
  સપ્ટેમ્બર 26, 2010 @ 00:43:26

  મૌસમીજી,
  ઉગવાની ઉંમરે આથમી ગયેલ એ માયાળુ જીવને મારી શ્રદ્ધાંજલી…..
  અને તમારી લાગણી સાથે હું પણ મારો સૂર પૂરાવું છું….

  કાલે હતા જે સાથે, સ્મરણ બની ગયા…,
  ને પાંપણો ભીની થવાના કારણ બની ગયા..!
  -આ ગમ્યું.
  મારી ગઝલો આપને જરૂર ગમશે,પધારજો…www.drmahesh.rawal.us પર.

  જવાબ આપો

 2. madhuvan1205
  સપ્ટેમ્બર 26, 2010 @ 07:04:26

  હાર્દિકાને શ્રદ્ધા પૂર્વક શ્રદ્ધાંજલિ.

  આપની જેમ મારે પણ એક ભાણો છે જે હું ભણતી ત્યારે તેનો જન્મ થયેલ. મારી પરીક્ષા આવી ત્યારે મારા દીદી એટલે કે તેના મમ્મી મને ખીજાતા અને કહેતા કે જો તારે ઓછા માર્ક આવશે તો તેનું કારણ મારો દિકરો નહીં રહે. તું તેને રમાડવાનું બંધ કર અને વાંચવા માંડ પરંતુ મને તો ઓછા માર્ક આવે તેની ચિંતા નહોતી પણ તે ભાણીયાનું બચપણ ફરી ક્યારેય નહીં આવે તે વિચારથી તેને હું રમાડ્યા જ કરતી. અને આજે તો તે કોલેજમાં છે એટલો મોટો થઈ ગયો છે છતાં પણ એટલું જ વહાલ કરીએ છીએ. આમ પહેલું બાળક મોસાળમાં આવે તે ખૂબ લાડ પામે છે. તેથી આપની વ્યથા સમજી શકાય તેવી છે, કારણ કે માસી તે બીજી મા છે.

  જવાબ આપો

 3. Prempriya
  સપ્ટેમ્બર 30, 2010 @ 10:18:40

  ખેરવી કળીને, ઉપવન વેરણ બની ગયા..!!!!!!

  Oh God ! Where are you??

  જવાબ આપો

 4. Daxesh Contractor
  ફેબ્રુવારી 11, 2011 @ 09:54:38

  લાગણીભીની અંજલિ … તમારી રચના ખુબ ગમી. ખાસ એટલા માટે કે, થોડાક જ ફેરફાર સાથે સુંદર ગઝલ બને તેવી છે. થોડો છંદ શીખી લો તો કેવું … સોનામાં સુગંધ ભળશે.

  જવાબ આપો

 5. • » નટખટ સોહમ રાવલ « •
  જુલાઈ 13, 2011 @ 10:40:26

  ઓહ…

  મૌસમીબહેન, આપની એ લાડકી ભાણીને મારા તરફથી પણ હાર્દિક શ્રધ્ધાંજલિ

  આટલી નાની ઉંમરે આપના પ્રત્યેનો આટલો અદભૂત પ્રેમ જોઇ અતિ આનંદ થયો..

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

મૌસમી મકવાણા-'સખી'

%d bloggers like this: