રાસ ગરબાની રમઝટ સાથે બદલાતો માહોલ..

આ વિષય પર મારું લખાણ જે માસિક સામાયિક ‘શંખનાદ’ નાં અંકમાં પ્રસિદ્ધ થયુ છે તેની ઝલક……

Advertisements

પૂજ્ય ગાંધીજીને……..

 

આજે ૨ ઓક્ટોબરે ગાંધીજી નાં જન્મદિને મનમાં રહી રહીને એક જ વિચાર ઘૂમે છે કે જો ગાંધીજી જીવતા હોત તો આજનું ભારત , આજના ભારત-પાકિસ્તાનના સંબંધો જોઈને શું અનુભવેત??? એ સત્ય, અહિંસાનાં પુજારીએ જે સ્વાયત્તતાનું સ્વપ્ન જોયું હતું એ આ છે??? આજના નેતાઓ ભલેને તે કોંગ્રેસ પક્ષના હોય શું ખરેખર ગાંધીજીના પોલીટીકલ વારસદારો છે???? આ મહાન આત્મા શું આજની રાજકારણની ગંદી રમત થકી દુ:ખી નહી થતો હોય???? આજના નેતાઓની આચાર અને વિચારોની અસંતુલીતતા જોઈ તેમનો આત્મા રડતો નહી હોય???? જો ખરેખર ગાંધીજીને સાચી અને પુરા દિલથી તેમના જન્મદિને હાર્દિક શ્રદ્ધાંજલિ આપવી હોય તો આ દેશના દરેક નાગરિકે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવો પડશે, કમસેકમ તેમાં સહયોગ આપવાનો તો બંધ કરવો જ જોઈશે. આજના નેતાઓ પાસેથી તેમના થકી થયેલા લોક-કલ્યાણના કાર્યોનો હિસાબ માગવો જ પડશે. સત્ય અને અહિંસા શબ્દનો વાતોમાં જ નહી વર્તનમાં પણ ઉપયોગ કરવો પડશે. બાકી આજે તો ચિત્ર કંઈક આવું છે…!!!!!    

ગાંધી તું હવે ભાષણમાં  જ રહી ગયો,

થાય એટલો તારો ઉપયોગ થઇ ગયો……!!!

સત્ય-અહિંસાના સિદ્ધાંત તારા ઠાલાં ઠર્યાં,

બેઈમાનીનાં રૂપિયામાં હસતો રહી ગયો…..!!!!!

રાષ્ટ્રપિતાનું બિરુદ દઈને હાલ એ થયા,

સરકારી કચેરીઓની ભીંતે લટકતો થઇ ગયો….!!!

સત્તા આગળ શાણપણ નકામું જ ઠર્યું,

તું સત્તા સુધી પહોંચવાનો રસ્તો બની ગયો…..!!!!

              મૌસમી મકવાણા – ‘સખી’

મૌસમી મકવાણા-'સખી'