અણસાર…

ન હોઈને પણ તારો અણસાર મુજમાં સતત વર્તાય છે,

બની ગઈ છું આઈનો એવો જેમાં તુ જ દેખાય છે….!!!

 

મારું હોવું ન હોવું હવે એ વાત પર નિર્ભર છે,

હુંફ તારી પ્રાણ બની ક્યાં સુધી ફેલાય છે…..!!

 

સ્વરુપ કોઈ આપુ પ્રેમને એ મારા બસમાં નથી,

તાર વિનાની લાગણી ને કરંટ તારો ઝીલાય છે….!!

 

ગમો અને અણગમો પણ હવે હદ વટાવી ગયો,

હોય ઈનાયત તારી તો જ જાતનેય ગમાય છે….!!

                        મૌસમી  મકવાણા – ‘સખી ‘

 

9 ટિપ્પણીઓ (+add yours?)

  1. ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’
    જુલાઈ 16, 2010 @ 11:09:45

    સુંદર રચના તથા હદય ની અભિવ્યકિત. રચના ને અનુરૂપ ફોટોગ્રાફ.

    જવાબ આપો

  2. piyuni no pamrat
    જુલાઈ 16, 2010 @ 19:08:11

    સુંદર રચના…. as always .Like it very much specially this one
    મારું હોવું ન હોવું હવે એ વાત પર નિર્ભર છે,

    હુંફ તારી પ્રાણ બની ક્યાં સુધી ફેલાય છે…..!!

    જવાબ આપો

  3. રાજની
    જુલાઈ 16, 2010 @ 22:24:49

    ગમો અને અણગમો પણ હવે હદ વટાવી ગયો,
    હોય ઈનાયત તારી તો જ જાતનેય ગમાય છે….!!

    મધુરમ્‌…….

    જવાબ આપો

  4. Mita Bhojak
    જુલાઈ 16, 2010 @ 22:33:25

    મૌસમીબહેન ખૂબ જ સુંદર રચના.

    જવાબ આપો

  5. Heena Parekh
    જુલાઈ 16, 2010 @ 23:06:35

    ન હોઈને પણ તારો અણસાર મુજમાં સતત વર્તાય છે,

    બની ગઈ છું આઈનો એવો જેમાં તુ જ દેખાય છે….!!!
    સરસ પંક્તિ…અભિનંદન.

    જવાબ આપો

  6. Bhupendrasinh Raol
    જુલાઈ 22, 2010 @ 03:28:22

    ખુબ લાગણીઓ થી ભીંજાએલી રચના,લાગણીઓ માં તરબતર થઇ જાઓ છો,અને વાચનાર ને પણ ભીંજવી દો છો,બહેના.

    જવાબ આપો

Leave a reply to laaganee જવાબ રદ કરો

મૌસમી મકવાણા-'સખી'